એક ખ્યાલ...



હા, ખ્યાલો માં છું કોઈક ના,
જે બીજા ના ખ્યાલો માં છે.
અને આ ખ્યાલો ના ચક્કર માં ખ્યાલ નથી કે કોનો છે ખ્યાલ આ ખ્યાલ ને,
પણ પછી ખ્યાલ આવ્યો કે ખ્યાલ જેનો આવે મને સહજ છે એક ખ્યાલ.
લાગણી,પ્રેમ અને ભીંજાશ વગર નો એક કોરો ખ્યાલ.
અને હું જે ખ્યાલ માં પડવા માંગુ છું એ તો છે વસંત જેવો રંગીન, ખુશ્બૂદાર અને મહેકતો,
બસ હવે ખાલી રાહ જોવ છું આવા ખ્યાલ માં પડવાની.
ત્યાં સુધી તો બસ આ એક ખ્યાલ માં જીવવાનું છે કે કોઈક ને મારો પણ ખ્યાલ આવતો જ હશે.


-By Akash Raval.


Comments

Post a Comment

Popular Posts